R R Gujarat

મોરબીના જાંબુડિયા ગામે મકાનમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા, રોકડ-મોબાઈલ સહીત ૩.૩૦ લાખનો મુદામાલ જપ્ત

મોરબીના જાંબુડિયા ગામે મકાનમાં જુગાર રમતા ૧૩ ઝડપાયા, રોકડ-મોબાઈલ સહીત ૩.૩૦ લાખનો મુદામાલ જપ્ત


૧.૪૫ લાખની રોકડ અને ૧૩ મોબાઈલ સહીત ૩.૩૦ લાખની મત્તા કબજે લેવામાં આવી
મોરબી તાલુકાના જાંબુડિયા ગામે રહેણાંક મકાનમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી મોરબી તાલુકા પોલીસે ૧૩ ઇસમોને ઝડપી લીધા હતા સ્થળ પરથી રોકડ રૂ ૧.૪૫ લાખ અને ૧૩ મોબાઈલ કીમત રૂ ૧.૮૫ લાખ મળીને કુલ રૂ ૩,૩૦,૬૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડિયા ગામે ધર્મસિદ્ધિ સોસાયટીમાં રહેતા કિશોરભાઈ રામજીભાઈ વઘોરાના મકાનમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કિશોર રામજીભાઈ વઘોરા, દિલીપ ચંદુભાઈ નિમાવત, જીગરભાઈ નટુભાઈ ચૌહાણ, અશ્વિન નટુભાઈ ચૌહાણ, કિશનભાઈ ગોવિંદભાઈ વાઘેલા, દિનેશભાઈ રામગણેશભાઈ ગુપ્તા, મહેશ અશોકભાઈ સોલંકી, દેવેન્દ્રભાઈ ઓમપ્રકાશ શર્મા, હિમત પુંજાભાઈ ચાવડા, બળવંતભાઈ શામજીભાઈ વાઘેલા, નરેશ ભરત ગોહિલ, હર્ષ હમીર બેડવા અને મનોજ રામજી મકવાણા એમ ૧૩ ને ઝડપી લીધા હતા રોકડ રૂ ૧,૪૫,૬૦૦ અને ૧૩ મોબાઈલ કીમત રૂ ૧,૮૫,૦૦૦ સહીત કુલ રૂ ૩,૩૦,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે