R R Gujarat

વાંકાનેરના વેલનાથપરામાં જાહેરમાં જુગાર રમતા બે ઝડપાયા


વેલનાથપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ અજવાળે જાહેરમાં જુગાર રમતા બેને પોલીસે ઝડપી લીધા છે વાંકાનેર સીટી પોલીસે વેલનાથપરામાં રેડ કરી જાહેરમાં જુગાર રમતા ભરત દેવસીભાઈ દેલવાડીયા અને વિમલ જીતુભાઈ સોલંકીને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૧૦ જપ્ત કરી છે

વાંકાનેરના હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા
હસનપર ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૪,૬૦૦ જપ્ત કરી છે
એલસીબી ટીમે બાતમીને આધરે વાંકાનેરના હસનપર ગામે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા નરેશ વહાણભાઈ કટવાણા, જીતેશ વિનુભાઈ સારલા, હર્ષદ છગન સુસરા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૧૪,૬૦૦ જપ્ત કરી છે

વાંકાનેરના સીટી સ્ટેશન રોડ પર જુગાર રમતા બે ઝડપાયા
સીટી સ્ટેશન રોડ પરથી જાહેરમાં જુગાર રમતા બે ઇસમોને ઝડપી પોલીસે રોકડ રકમ જપ્ત કરી છે વાંકાનેર સીટી પોલીસ ટીમે સીટી સ્ટેશન રોડ પર પાણીના પરબ પાસે રેડ કરી જાહેરમાં જુગાર રમતા પ્રકાશ નવઘણભાઈ બાંભણીયા અને સુરેશ નવઘણ બાંભણીયા એમ બેને ઝડપી લઈને રોકડ રૂ ૨૫૭૦ જપ્ત કરી છે

વાંકાનેરના સમથેરવા ગામે જુગાર રમતા ત્રણ ઝડપાયા, બે ફરાર
સમથેરવા ગામે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઇસમોને ઝડપી પલીસે રોકડ રકમ અને બે મોટરસાયકલ કબજે લીધા છે બે આરોપી નાસી જતા વધુ તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સમથેરવા ગામે મોટા મઢવાળા ચોકમાં રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા વશરામ મનજીભાઈ સેટાણીયા, ધૂળાભાઈ સોમાભાઈ સેટાણીયા, કાળુભાઈ ઉર્ફે જગાભાઇ મંગાભાઈ સેટાણીયા એમ ત્રણને ઝડપી લઈને રોકડ રૂ ૬૪૨૦ અને બે બાઈક કીમત રૂ ૫૦ હજાર શીત કુલ રૂ ૫૬,૪૨૦ નો મુદામાલ કબજે લીધો છે આરોપી જગાભાઇ નાનુભાઈ મુંધવા અને સંજય મોનાભાઈ ગમારા નાસી ગયા હતા જેથી વધુ તપાસ ચલાવી છે