અમરનગર ગામે બોલાચાલી થયાનો ખાર રાખી ચાર ઇસમોએ બે યુવાનને માર મારી એક યુવાનને છરી વડે ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના શક્તિનગર ગામે રહેતા ચિરાગભાઈ ઘેલાભાઈ મર્યા (ઉ.વ.૨૩) આરોપીઓ વિશાલ ધારાભાઇ ભુંભરીયા, ધર્મેન્દ્રસિંહ વનુભા ઝાલા, મનદીપસિંહ મહાવીરસિંહ ઝાલા, ધરમરાજ ઉર્ફે ભાણો રહે બધા અમરનગર તા. મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના ભાઈ સાથે આરોપી વિશાલે બોલાચાલી કરી હતી જેનો ખાર રાખી આરોપીએ ચિરાગભાઈને ગાળો આપી ઢીકા પાટું માર મારી તેમજ અન્ય ઇસમોએ આવીને ઢીકા પાટું મારી આરોપી ધરમરાજ ઉર્ફે ભાણો નામના ઇસમેં ભુપતભાઈને છરી વડે ઈજા કરી હતી અને ચારેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
