R R Gujarat

મોરબીના જુના ઘૂટું રોડ પર ઈનોવા કારે બાઈકને ટક્કર મારતા યુવાનને ઈજા

મોરબીના જુના ઘૂટું રોડ પર ઈનોવા કારે બાઈકને ટક્કર મારતા યુવાનને ઈજા


જુના ઘૂટું રોડ પરથી ૧૯ વર્ષનો યુવાન બાઈક લઈને જતો હતો ત્યારે ઈનોવા કારના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે અકસ્માતમાં યુવાનને ઈજા પહોંચાડી કાર ચાલક નાસી ગયો હતો મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી ચ
મોરબીના ઘૂટું ગામે રહેતા વેલજીભાઈ નવઘણભાઈ કરોતરાએ ઈનોવા કાર જીજે ૩૬ એસી ૪૮૦૭ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનો દીકરો નાથાભાઈ વેલજીભાઈ કરોતરા (ઉ.વ.૧૯) વાળો બાઈક જીજે ૩૬ એમ ૯૮૬૧ લઈને જુના ઘૂટું રોડ પરથી જતો હતો ત્યારે પાછળથી આવતી ઈનોવા કાર જીજે ૩૬ એસી ૪૮૦૭ ના ચાલકે બાઈકને હડફેટે લઈને નાથાભાઈને પછાડી દીધો હતો અકસ્માતમાં નાથાભાઈને ચહેરા પર ગંભીર ઈજા પહોંચી હતી અકસ્માત બાદ કાર ચાલક નાસી ગયો હતો બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે