R R Gujarat

હળવદના ખેતરડી ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા, રૂ ૧૭,૫૦૦ જપ્ત

હળવદના ખેતરડી ગામે જાહેરમાં જુગાર રમતા નવ ઝડપાયા, રૂ ૧૭,૫૦૦ જપ્ત


હળવદ તાલુકાના ખેતરડી ગામે જાહેરમાં જુગાર રમતા નવ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૧૭,૫૦૦ રોકડ રકમ જપ્ત કરી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ખેતરડી ગામે જાહેરમાં જુગારની બાતમી મળતા રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા બળદેવભાઈ વીરજીભાઈ દેકાવાડીયા, મહેશભાઈ હરજીભાઈ દેકાવાડીયા, લાખુભાઇ ઉર્ફે લાખાભાઈ ધીરૂભાઈ ડુમાણીયા, શૈલેષભાઈ ગનીભાઈ દેકાવાડીયા, મહીપતભાઈ સાદુરભાઈ દેકાવાડીયા, અવચર જેસિંગભાઈ દેકાવાડીયા, ટીનાભાઈ ચતુરભાઈ દેકાવાડીયા, દેવજીભાઈ પોપટભાઈ દેકાવાડીયા અને હર્ષદ ચંદુભાઈ બોરાણીયા એમ નવને ઝડપી લઈને રોકડ રૂ ૧૭,૫૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે