R R Gujarat

મોરબી વાંકાનેર હાઈવે પર હોટેલ પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો

મોરબી વાંકાનેર હાઈવે પર હોટેલ પાસેથી દેશી તમંચા સાથે એક ઝડપાયો


મોરબી-વાંકાનેર હાઈવે પર આવેલ એ કે હોટેલ પાસેથી પોલીસે દેશી તમંચા સાથે એક ઈસમને ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
મોરબી એસઓજી ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર મોરબી નેશનલ હાઈવે પરની એ કે હોટેલ નજીક રવિરાજ પાન પાસે બાતમીને આધારે રેડ કરી હતી સ્થળ પરથી આરોપી સાગર ચતુરભાઈ દારોદરા (ઉ.વ.૨૮) રહે વિસીપરા અમરેલી રોડ મોરબી વાળાને ઝડપી લઈને આરોપી પાસેથી દેશી હાથ બનાવટનો તમંચો નંગ ૦૧ કીમત રૂ ૨૦૦૦ જપ્ત કરી આરોપી વિરુદ્ધ વાંકાનેર તાલુકા પોલીસ મથકમાં આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધી તપાસ ચલાવી છે