માળિયામાં નોંધાયેલી ફરિયાદ સંદર્ભે સાગર ફૂલતરીયાનો કબજો મેળવી રિમાન્ડ મેળવ્યા
મોરબીના ચકચારી વજેપર જમીન કોભાંડ કેસમાં આરોપી સરપંચ સાગર ફૂલતરીયાને સિઆઇડી ક્રાઈમ ટીમે દબોચી લઈને રિમાન્ડ મેળવ્યા હતા અને રિમાન્ડ દરમિયાન પૂછપરછ કરી હતી તે ઉપરાંત માળિયામાં બોગસ ખેડૂત ખાતેદાર અંગેનો ગુનો નોંધાયો હતો જેમાં પણ સાગર ફૂલતરીયાની સંડોવણી ખુલતા રાજકોટ સિઆઇડી ક્રાઈમ ટીમે આરોપીનો કબજો મેળવી કોર્ટમાં રજુ કરતા મંગળવાર સાંજ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે
ગત મે માસમાં માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી અજય વિજયભાઈ ખાંભરાએ માળીયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મહેશ પ્રભાશંકર રાવલે કરેલા ખોટા સોગંદનામા દર્શાવેલ ઉંમર પણ ખોટી હોવાનું અને તેમની પુત્રી અને પિતા વચ્ચે સોગંદનામા મુજબ માત્ર ચાર વર્ષનો જ ફેર હોય બોગસ ખેડુત ખાતેદાર બનવા જ આ કૃત્ય આચર્યું હોવાનું દર્શાવી બોગસ સોગંદનામું, બોગસ વારસાઈ આંબો બનાવનાર મહેશ પ્રભાશંકર રાવલ તેમજ બોગસ સોગંદનામાના આધારે ખેડૂત બનનાર, વારસાઈ આંબાનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તેમજ બોગસ ખાતેદાર બનવા ખોટા વારસાઈ આંબા બનાવવાની કાર્યવાહીના મદદ કરનાર તપાસમાં ખુલે તે તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આઇપીસી કલમ 465, 467,468,471,120 (બી) અને કલમ 34 મુજબ ગુન્હો નોંધ્યો હતો અને રાજકોટ cid ટીમને તપાસ સોપવામાં આવી હતી
રાજકોટ cid ટીમ દ્વારા સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી અને હાલ મોરબીના ખાખરાળા ગામે ફરજ બજાવતા તલાટી મંત્રી ભરત દેવજીભાઈ ખોખર (ઉ.વ.૩૭) રહે યદુનંદન ૨૨, કન્યા છાત્રાલય રોડ મોરબી વાળાને ઝડપી રિમાન્ડ મેળવ્યા હતા અને પૂછપરછ દરમિયાન આરોપી સાગર ફૂલતરીયાનું નામ ખુલ્યું હતું વજેપર જમીન કોભાંડ ગુનામાં પકડાયેલ આરોપી સરપંચ સાગર ફૂલતરીયાની સંડોવણી ખુલતા રાજકોટ સિઆઇડી ટીમે આરોપીનો કબજો મેળવી આજે માળિયા કોર્ટમાં રજુ કરતા કોર્ટે મંગળવારે સાંજ સુધીના રિમાન્ડ મંજુર કર્યા છે બોગસ ખેડૂત ખાતેદાર ગુનામાં અન્ય કોઈ આરોપીની સંડોવણી છે કે કેમ તેમજ સરકારી અધિકારીની સંડોવણી તો નથી ને તે દિશામાં સીઆઈડી ટીમ તપાસ ચલાવશે
