R R Gujarat

મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા આઠ ઝડપાયા

મોરબીના મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા આઠ ઝડપાયા


મહેન્દ્રનગર ગામે આવેલ પ્રભુકૃપા એપાર્ટમેન્ટના ફ્લેટમાં ધમધમતા જુગાર ધામ પર રેડ કરી પોલીસે આઠ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને રોકડ રૂ ૨૯,૮૦૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી ચંદુભાઈ જગજીવનભાઈ પટેલ મહેન્દ્રનગર પ્રભુકૃપા એપાર્ટમેન્ટ ફ્લેટ નં ૧૦૪ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર રમાડતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી ફ્લેટમાં જુગાર રમતા ચંદુભાઈ જગજીવનભાઈ પટેલ, જીતેન્દ્ર ઉર્ફે જીતુભાઈ ભુપતભાઈ કણઝારીયા, અજીત બચુભાઈ બારોદરા, જયેશ ઈશ્વરભાઈ પટેલ, કિશોર રાજાભાઈ પટેલ, વિજય પ્રેમજીભાઈ વાઘેલા, લીલાધર બેચરભાઈ પટેલ અને પ્રહલાદભાઈ રવજીભાઈ પાટલે એમ આઠને ઝડપી લઈને રોકડ રૂ ૨૯,૮૦૦ જપ્ત કરી છે