ભડિયાદ રોડ પરના મકાનમાં જુગાર રમતી મહિલાઓ સહીત ૧૦ આરોપીને ઝડપી લઈને પોલીસે રૂ ૨૧,૬૦૦ રોકડ રકમ જપ્ત કરી છે
મોરબીના ભડિયાદ રોડ સાયન્સ કોલેજ પાસે રહેતો કિશોર વાઘાણી બહારથી માણસો બોલાવી ઘરમાં જુગાર રમવાના સાધનો પુરા પાડતો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા કિશોર બાબુભાઈ ઉર્ફે બાલાભાઈ વાઘાણી, વિજય રાજેશભાઈ પરમાર,જયેશ જગદીશભાઈ પીપડીયા, હાર્દિક જગદીશભાઈ સવાડીયા, પ્રીતીબેન અનિલભાઈ જંજવાડિયા, જ્યોતિબેન મુન્નાભાઈ ડોડીયા, મંજુલાબેન મોહનભાઈ રાઠોડ, દમૈનીબેન અક્ષરાજ ધવેશા, નીમુબેન મહેશભાઈ જંજવાડિયા અને રંજનબેન રાજેશભાઈ પરમાર એમ ૧૦ ને ઝડપી લઈને રોકડ રૂ ૨૧,૬૦૦ જપ્ત કરી છે
