R R Gujarat

વાંકાનેરના માટેલ ગામે જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયા


માટેલ ગામની સીમમાં બાપા સીતારામ મઢુલી વાળા રોડ પર જાહેરમાં જુગાર રમતા ચારને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૦,૫૯૦ જપ્ત કરી છે
વાંકાનેર તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન માટેલ ગામની સીમમાં બાતમીને આધારે રેડ કરી હતી જાહેરમાં જુગાર રમતા દિનેશભાઈ કાજુભાઈ જખાણીયા, વિનોદભાઈ જોરૂભાઈ સાડમીયા, રમેશ કરશનભાઈ સાડમીયા અને સંજયભાઈ લવિંગભાઈ મણદોરીયા એમ ચારને ઝડપી લઈને રોકડ રૂ ૧૦,૫૯૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે