R R Gujarat

માળિયામાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણ અંગે છ મહીને ગુનો નોંધી તપાસનો ધમધમાટ

માળિયામાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણ અંગે છ મહીને ગુનો નોંધી તપાસનો ધમધમાટ


ફેબુઆરી માસમાં કરી હતી રેડ, ૭૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કર્યો હતો
માળિયા પીપળીયા ચાર રસ્તા નજીક એલસીબી ટીમે ગત ફેબ્રુઆરી માસમાં ગેરકાયદે બાયોડીઝલ વેચાણનો પર્દાફાશ કરી ટેન્કર, ટ્રક સહીત ૭૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો જે ગેરકાયદે બાયો ડીઝલ વેચાણના ગુનામાં છ માસ બાદ બે ઈસમો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે
મોરબી એલસીબી પીએસઆઈ બી ડી ભટ્ટે આરોપીઓ ધર્મેશ ઉર્ફે હક્કા બાબુભાઈ ચાવડા રહે મોરબી શનાળા રોડ ખોડીયારનગર મૂળ રહે કેરાળી ગામ તા. મોરબી અને વિરમ મઘાભાઇ ખાંભલીયા રહે જોરવાડા તા. ભાભર બનાસકાંઠા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ગત તા. ૦૬-૦૨-૨૫ ના રોજ એલસીબી ટીમે બાતમીને આધારે માળિયા પીપળીયા ચોકડી આગળ રાધે ક્રિષ્ના હોટેલ પાછળ આવેલ ધર્મેશ ચાવડાના ડેલામાં રેડ કરી હતી જ્યાં ગેરકાયદે ઇન્ડસ્ટ્રીયલ ઓઈલના નામે ભળતા ભેળસેળ યુક્ત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાણા ટેન્કરમાં ભરી બહારથી આવતી ટ્રકોમાં ભરી આપતા હતા ટીમે રેડ કરી સ્થળ પરથી રાજુસિંહ મુન્નાલાલ ઠાકોર અને વિનોદસિંગ જાનકીપ્રસાદ ઠાકોર પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો નાણા ટેન્કરમાંથી ટ્રકોમાં ભરતા મળી આવ્યા હતા જેની પૂછપરછ કરતા ટ્રક ડ્રાઈવર હોવાનું જણાવ્યું હતું અને ટ્રકો અમદાવાદ રહેતા પીયુષભાઈ અગ્રવાલની હોવાનું જણાવ્યું હતું
ટ્રકમાં ધર્મેશભાઈ ચાવડાના ડેલામાં ટેન્કરની અંદર ભરેલ બાયોડીઝલમાંથી ટ્રકોમાં ડીઝલ ભરવા આવ્યા હોવાનું જણાવ્યું હતું ટેન્કર ચાલક પોલીસને જોઇને નાસી ગયો હતો સ્થળ પરથી નાનું ટેન્કર કીમત રૂ ૧૦ લાખ, પેટ્રોલીયમ પ્રવાહી આશરે ૨૫૦૦ લીટર કીમત રૂ ૧,૭૫,૦૦૦ ટેન્કર કેબીનમાં ફીટ કરેલ ફ્યુઅલ પંપ કીમત રૂ ૫૦,૦૦૦ ટ્રક જીજે ૧૮ એએક્સ ૫૨૦૬ કીમત રૂ ૩૦ લાખ અને ટ્રક જીજે ૨૩ એટી ૫૦૭૪ કીમત રૂ ૩૦ લાખનો મળીને ૭૨ લાખથી વધુનો મુદામાલ કબજે લેવામાં આવ્યો હતો તેમજ પકડાયેલ જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીના સેમ્પલ લઈને એફએસએલ રાજકોટ પરીક્ષણ અર્થે મોકલી આપ્યા હતા બંને ટ્રકના માલિકના નિવેદન લેતા નવલખીથી અમદાવાદ લોકલ કોલસાના ફેરામાં ચલાવતા હોવાનું અને બે ટ્રકો અનઅધિકૃત ડીઝલ ભરતા પકડાયેલ તેમાં ડીઝલ ભાવ વધુ હતો અને ભાડા ઓછા હોવાથી પૈસા બચાવવા ગાડીમાં બાયો ડીઝલ ભરવાનું નક્કી કર્યાનું જણાવ્યું હતું
પીપળીયા ચોકડીએ બાયોડીઝલ વેચાણ કામ હક્કાભાઈ ચાવડા કરતા હોવાથી તેનો સંપર્ક થયો હતો અને બાયોડીઝલ વેચાણ અંગે લાયસન્સ હોવાનું તેઓએ જણાવ્યું હતું જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી જથ્થો રાખી સ્ટોરેજ અને વેચાણ કરવા અંગેનું લાયસન્સ ધરાવતા ધર્મેશ ચાવડાનું લાયસન્સ ૨૩-૧૨-૨૦૨૧ થી રદ કરવામાં આવ્યું હોવાનું તપાસમાં ખુલ્યું હતું આમ આરોપી ધર્મેશ ઉર્ફે હક્કા બાબુભાઈ ચાવડાએ લાયસન્સ કે પરવાના વગર ઇન્ડસ્ટ્રીયલ ઓઈલના નામે ભેળસેળયુક્ત જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહીનો જથ્થો બહારથી મંગાવી ટેન્કરમાં ગેરકાયદે વેચાણ કરવાના આશયથી રાખી ટ્રક માલિકોને બાયોડીઝલ કહીને જાહેર જગ્યામાં રાખી વેચાણ કરી જવલનશીલ પેટ્રોલીયમ પ્રવાહી આગ લાગે તેવું સ્ફોટક હોવાનું જાણવા છતાં અન્યની જિંદગી જોખમમાં મૂકી હતી અને ટ્રક માલિકોને બાયોડીઝલ નામે વેચાણ કરી ગુનાહિત વિશ્વાસઘાત કર્યો હતો તેમજ ડ્રાઈવર વિરમ મઘાભાઇ ખાંભલીયા રેડ સમયે પેટ્રોલીયમ પ્રવાહી જથ્થો ભરેલ ટેન્કર મૂકી નાસી ગયો હતો માળિયા પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે