R R Gujarat

ટંકારાના છતર નજીક ત્રણ કારમાંથી દારૂની ૩૪૦ બોટલ જપ્ત, ૨૨.૪૦ લાખનો મુદામાલ જપ્

ટંકારાના છતર નજીક ત્રણ કારમાંથી દારૂની ૩૪૦ બોટલ જપ્ત, ૨૨.૪૦ લાખનો મુદામાલ જપ્


ચાર ઇસમોએ ઝડપાયા, અન્ય બેની શોધખોળ
છતર નજીક કારમાં દારૂની હેરાફેરી કરનાર ચાર ઇસમોને ઝડપી લઈને પોલીસે ત્રણ કારમાંથી દારૂની ૩૪૦ બોટલનો જથ્થો જપ્ત કરી દારૂ, ૩ કાર અને મોબાઈલ સહીત ૨૨ લાખથી વધુનો મુદામાલ જપ્ત કરી ચાર ઇસમોને ઝડપી લીધા છે એક આરોપી નાસી ગયો હતો તો અન્ય એક આરોપીનું નામ ખુલતા વધુ તપાસ ચલાવી છે
ટંકારા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજકોટ મોરબી હાઈવે પર છતર ચેક પોસ્ટ રોડ પર રેડ કરી હતી જ્યાં ક્રેટા કાર જીજે ૦૫ આરએફ ૦૦૬૮, વરના કાર જીજે ૧૩ એન ૮૮૭૪ અને કિયા કાર જીજે ૩૬ આર ૧૪૧૯ માં ઈંગ્લીશ દારૂની સ્કોચની નાની મોટી કુલ બોટલ નંગ ૩૪૦ કીમત રૂ ૯,૭૫,૬૦૨ નો જથ્થો મળી આવતા દારૂનો જથ્થો, 3 કાર કીમત રૂ ૧૨.૫૦ લાખ અને 3 મોબાઈલ કીમત રૂ ૧૫,૦૦૦ મળીને કુલ રૂ ૨૨,૪૦,૬૦૨ નો મુદામાલ કબજે લીધો છે
સ્થળ પરથી આરોપી બાંકારામ મંગલારામ ભાભુ, રામનારાયણ મોબતારામ કાકડ રહે બંને રાજસ્થાન, અકીલ ફિરોજ સીડા રહે જુનાગઢ અને પ્રવીણ કેસરીમલ ગોદારા રહે રાજસ્થાન એમ ચાર ઇસમોને ઝડપી લીધા છે કિયા કારનો ચાલક નાસી ગયો હતો તેમજ અન્ય એક આરોપી અનીલ રૂગનાથ જાણી રહે રાજસ્થાન વાળાનું નામ ખુલતા ટંકારા પોલીસે વધુ તપાસ ચલાવી છે