R R Gujarat

હળવદમાં ગાયો ચરાવવાની ના પાડતા બે ઇસમોએ આધેડને માર માર્યો

હળવદમાં ગાયો ચરાવવાની ના પાડતા બે ઇસમોએ આધેડને માર માર્યો


હળવદમાં ખેતરમાં ગાયો ચરાવવાની ના પાડતા બે ઇસમોએ આધેડને ગાળો આપી લાકડી વડે ગાડીનો કાચ તોડી નાખી કાઠલો પકડી લઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ સ્વામીનારાયણ સોસાયટીમાં રહેતા મુકેશભાઈ સોંડાભાઈ તારબુદીયાએ આરોપીઓ ધનજીભાઈ ઉર્ફે ધનો બલાભાઈ સોરીયા અને સામંત ઉર્ફે મોરલો માત્રાભાઈ સોરીયા રહે બંને હળવદ ખારીવાડી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે વાડીના મજુર નીતાબેને ફોન કરી બપોરે જાણ કરી હતી કે વાડીમાં દાડમના ખેતરમાં ભરવાડ ગાયો ચારવા આવ્યા છે જેથી ફરિયાદી મુકેશભાઈ પોતાની કાર લઈને વાડીએ ગયા હતા જ્યાં ધનજી અને સામંત બંને દાડમના ખેતરમાં ગાયો ચારતા હતા જેથી ગાયો ચારવાની ના પાડી હતી જે સારું નહિ લાગતા ધનજી એ ગળું અને કાઠલો પકડી ગાળો આપી લાકડી વડે કાચ તોડી નાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી હળવદ પોલીસે બંને ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે