હળવદ નજીક હાઈવે પર કાર અને ટ્રેલર અથડાતા કારમાં સવાર ૪૩ વર્ષના આધેડનું મોત થયું હતું હળવદ પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે
હળવદની ચંદ્રપાર્ક સોસાયટીમાં રહેતા અમૃતભાઈ મોહનભાઈ મોટકાએ આરોપી કાર જીજે ૩૬ એલ ૬૪૧૫ ના ચાલક મેહુલભાઈ રમણીકભાઈ મોટકા રહે ઉમિયા પાર્ક હળવદ વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૩૦-૦૭ ના રોજ કાર ચાલક મેહુલભાઈ મોટકાએ પોતાની કાર પુરઝડપે ચલાવી માળિયાથી હળવદ તરફ જતા ટ્રેલર જીજે ૩૯ ટીએ ૧૫૨૦ સાથે અથડાવી હતી જે અકસ્માતમાં ફરિયાદીના કુટુંબી ભાઈ કેતનકુમાર હરજીવનભાઈ પટેલ (ઉ.વ.૪૩) વાળાનં મોત થયું હતું અને કાર ચાલકને ઈજા પહોંચી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
