સાયબર ફ્રોડના કેસો સતત વધી રહ્યા છે તાજેતરમાં APK ફાઈલ મોકલી બેંક ખાતામાંથી લાખોની રકમ ટ્રાન્સફર કર્યાની ફરિયાદ બાદ ઘુનડા રોડ પર રહેતા આધેડના મોબાઈલમાં APK ફાઈલ મોકલી બેંક ખાતામાંથી રૂ ૧૨,૫૦,૦૦૦ ની રકમ બારોબાર ઉપાડી લઈને ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઘુનડા ગામ પ્લોટ વિસ્તારના રહેવાસી નીતિનભાઈ ઠાકરશીભાઈ કોટડીયાએ આરોપી મોબાઈલ નંબર ૯૭૫૩૧ ૦૮૮૮૮ અને ૮૧૦૧૫ ૩૯૪૦૮ ના ધારક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. `૦૬-૦૪-૨૦૨૫ થી તા. ૦૮-૦૪-૨૫ દરમિયાન આરોપીઓ ગુનાહિત કાવતરું રચી ફરિયાદી નીતિનભાઈના ફોનમાં ખોટા મેસેજ કરી છેતરપીંડી કરવાના ઈરાદે ઇન્ડસઈન્ડ બેંક ઈ-કેવાયસી નામની APK ફાઈલ કરી મોબાઈલમાં વોટસએપ મારફત મોકલી હતી અને બેંક ખાતામાંથી ફરિયાદીની જાણ બહાર રૂ ૧૨,૫૦,૦૦૦ બારોબાર ઉપાડી લઈને છેતરપીંડી કરી છે મોરબી સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ ચલાવી છે
