R R Gujarat

મોરબીના વાઘપર નજીક ખેતરના શેઢે યુવાનનું અગમ્ય કારણોસર મોત

મોરબીના વાઘપર નજીક ખેતરના શેઢે યુવાનનું અગમ્ય કારણોસર મોત


વાઘપર ગામની સીમમાં ખેતરના શેઢા પાસેથી ૩૧ વર્ષના યુવાનનો મૃતદેહ મળી આવ્યો હતો બનાવની નોંધ કરી પોલીસે તપાસ ચલાવી છે
મૂળ બિહારના વતની અને હાલ વાઘપર ગામની સીમમાં આવેલ ઓધવ માઈક્રોન કારખાનામાં રહીને કામ કરતા અનીલ જગરનાથ યાદવ (ઉ.વ.૩૧) નામના યુવાનનો મૃતદેહ વાઘપર ગામની સીમમાં ખેતરના શેઢે વોકળા કાંઠેથી મળી આવ્યો હતો યુવાનનું કોઈ કારણોસર મોત થયું હતું મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે