ઓનલાઈન ફ્રોડના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે સાયબર ફ્રોડ કરનાર ભેજાબાજો અલગ અલગ પદ્ધતિથી લોકોને શિકાર બનાવી રૂપિયા બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરી લેતા હોય છે જેમાં મોરબીના એક ખેડૂતને મોબાઈલમાં આરટીઓ ચલણની APK ફાઈલનો મેસેજ ખોલતા મોબાઈલ હેક કરી બેંક ખાતામાંથી રૂ ૨.૨૫ લાખની રકમ ટ્રાન્સફર કરી ઓનલાઈન ચીટીંગ કર્યાની ફરિયાદ નોંધાઈ છે
મોરબી રવાપર રોડ આનંદ વિહાર શિવપાર્ક સોસાયટીમાં રહેતા પરેશભાઈ માવજીભાઈ વીરપરીયા નામના ખેડૂતે (1) Indian Bank A/C No.-:7791633612 Ifsc Code-:IDIB000K828 ના ધારક તથા IndusInd Bank A/C No.-:201025557098 Ifsc Code-:INDB0000532 ના ધારક તથા IndusInd Bank A/C No.-:BHDF99L0QKO2OPINDUSIND Ifsc Code-:INDB0000269 ના ધારક તથા DAKSHIN GUJRAT VIJ C A/C No.-:BHDFKF20QKNZ91 ના ધારક તથા IndusInd Bank A/C No.-:BHDF0GI0QKQPCSINDUSIND Ifsc Code-:INDB0000269 ના ધારક તથા ટ્રાન્જેક્સ્ન આઇ.ડી નં-108868043 ના ધારક તથા મો.નં-9824045262 ના ધારક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે
ફરિયાદીએ જણાવ્યું છે કે ગત તા. ૧૬ જુલાઈના રોજ મોબાઈલ નંબર પર વોટ્સએપમાં આરટીઓ ચલણ APK. ફાઈલનો મેસેજ આવ્યો હતો અને ફાઈલ ઓપન કરતા અજાણ્યા ઇસમોએ મોબાઈલ હેક કરી ફરિયાદીના બેંક ખાતામાંથી રૂ ૨,૨૫,૫૯૭ ટ્રાન્સફર કરી ઠગાઈ કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
