માળિયા પંથકમાં બોગસ ખેડૂત ખાતેદાર બનાવવા માટે ખોટા સોગંધનામાં અને ખોટો વારસાઈ આંબો બનાવી કોભાંડ અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં આરોપી તલાટી મંત્રીને રાજકોટ સીઆઈડી ટીમે ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યો હતો કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે
માળીયા મિયાણા તાલુકાના સરવડ ગામના તલાટી કમ મંત્રી અજય વિજયભાઈ ખાંભરાએ માળીયા પોલીસ મથકમાં નોંધાવેલ ફરિયાદમાં મહેશ પ્રભાશંકર રાવલે કરેલા ખોટા સોગંદનામા દર્શાવેલ ઉંમર પણ ખોટી હોવાનું અને તેમની પુત્રી અને પિતા વચ્ચે સોગંદનામા મુજબ માત્ર ચાર વર્ષનો જ ફેર હોય બોગસ ખેડુત ખાતેદાર બનવા જ આ કૃત્ય આચર્યું હોવાનું દર્શાવી બોગસ સોગંદનામું, બોગસ વારસાઈ આંબો બનાવનાર મહેશ પ્રભાશંકર રાવલ તેમજ બોગસ સોગંદનામાના આધારે ખેડૂત બનનાર, વારસાઈ આંબાનો ઉપયોગ કરી ખેતીની જમીન ખરીદનાર, ખેડૂત ખાતેદાર બનનાર તમામ તેમજ બોગસ ખાતેદાર બનાવવા અંગેની પોલીસ ફરિયાદ નોંધાઈ હતી જે ગુનામાં રાજકોટ સીઆઈડી ટીમે તપાસ ચલાવી સરવડ ગામના તત્કાલીન તલાટી મંત્રી અને હાલ મોરબીના ખાખરાળા ગામે ફરજ બજાવતા તલાટી મંત્રી ભરત દેવજીભાઈ ખોખરને ઝડપી લઈને કોર્ટમાં રજુ કરતા તા. ૩૧ સુધીના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે
