R R Gujarat

મોરબીના જેતપર-પાવડીયારી નજીક કારખાના પાછળથી દેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા

મોરબીના જેતપર-પાવડીયારી નજીક કારખાના પાછળથી દેશી દારૂના જથ્થા સાથે ચાર ઝડપાયા


જેતપર પાવડીયારી રોડ પર કારખાનાની દીવાલ પાછળ તળાવના કાંઠે રેડ કરી પોલીસે ૩૨૫ લીટર દેશી દારૂનો જથ્થો ઝડપી લઈને દેશી દારૂ અને દારૂની હેરાફેરીમાં ઉપયોગમાં લીધેલ બાઈક સહીત ૭૫ હજારનો મુદામાલ કબજે લઈને ચાર આરોપીને ઝડપી લીધા છે અન્ય બે આરોપીના નામો ખુલ્યા છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જેતપર રોડ પાવડીયારીથી આગળ ક્જારીયા કેરોવીટ સેનેટરી કારખાના પાછળ નવા બનતા કારખાનાની દીવાલ પાછળ તળાવના કાંઠે રેડ કરી હતી જ્યાં સ્થળ પરથી ૩૨૫ લીટર દેશી દારૂ કીમત રૂ ૬૫ હજાર અને બાઈક કીમત રૂ ૧૦ હજાર સહીત કુલ રૂ ૭૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે આરોપી દિલાવર દાઉદ મોવર, ફિરોજ કાસમ નારેજા, મુબારક જુસબ નારેજા અને ઈસ્માઈલ વલીમાંમદ સમા એમ ચાર આરોપીને ઝડપી લીધા છે દારૂનો જથ્થો ઇકબાલ ગુલમામદ માણેક અને મહિલા આરોપી મુન્ની સંધી આરોપી ગયાનું ખુલતા બંને આરોપીને ઝડપી લેવા વધુ તપાસ ચલાવી છે