લુણસર ચોકડીએ આવેલ ગેરેજનું શટર ખોલી ચોર ઇસમોએ ગેરેજમાં રાખેલ સોનાની વીંટી, ચાંદીની લક્કી અને રોકડ રકમ સહીત ૬૫ હજારથી વધુની મત્તા ચોરી કરી ગયા હતા વાંકાનેર સીટી પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મૂળ ઉત્તરપ્રદેશના વતની અને હાલ લુણસર ચોકડી પાસે અર્જુન પ્લાઝામાં તાજ કમાન ગેરેજ ચલાવતા નદીમખાન રઈશખાન પઠાણ (ઉ.વ.૨૨) નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૨૮-૦૭ ના સવારના ૫ : ૩૦ થી ૫ : ૪૫ વાગ્યાના અરસામાં અજાણ્યા ચોર ઇસમોએ લુણસર ચોકડી પાસે આવેલ તાજ કમાન ગેરેજ દુકાનનું શટર ખોલી દુકાનમાં પ્રવેશ કર્યો હતો અને દીવાલની ખીંટીમાં ટીંગાડેલ બેગમાંથી એક સોનાની વીંટી, કીમત રૂ ૨૦,૧૨૪ ચાંદીની લક્કી કીમત રૂ ૧૪,૮૬૭ અને રોકડ રૂ ૩૦,૭૦૦ મળીને કુલ રૂ ૬૫,૬૯૧ નો મુદામાલ ચોરી કરી ગયો છે વાંકાનેર સીટી પોલીસે અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
