બરવાળા ગામે રબારીવાસમાં જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રૂ ૨૬,૬૦૦ ની રોકડ રકમ જપ્ત કરી છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બરવાળા ગામે રબારીવાસમાં રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા સંતોષ ગગજીભાઇ દેલવાણીયા, રાયધન પ્રેમજીભાઈ કુંઢીયા, મુકેશ બાબુભાઈ દેલવાણીયા, ખેતાભાઇ પ્રેમજીભાઈ કુંઢીયા, અનીલ બંશીભાઈ દેલવાણીયા, વિપુલ રઘુભાઈ મંદરીયા અને વિશાલ મુકેશભાઈ કુંઢીયા એમ સાતને ઝડપી લઈને રોકડ રૂ ૨૬,૬૦૦ જપ્ત કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
