R R Gujarat

મોરબીના બેલા નજીક કારખાના બહાર રાખેલ બાઈકની ચોરી

મોરબીના બેલા નજીક કારખાના બહાર રાખેલ બાઈકની ચોરી


બેલા ગામની સીમમાં આવેલ કારખાના બહાર રાખેલ ૫૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ખરેડા ગામના રહેવાસી રવજીભાઈ ધીરૂભાઈ ડાભી (ઉ.વ.૪૫) વાળાએ અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૧૬-૦૬ ના રાત્રીના નવથી દસ વાગ્યા સુધીના સમયમાં ફરિયાદીનું બાઈક જીજે ૩૬ એએમ ૮૧૩૫ કીમત રૂ ૫૦,૦૦૦ વાળું બેલા ગામની સીમમાં આવેલ શમ્ભુ ડેકોર કારખાના બહાર રાખ્યું હતું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે