લજાઈ-હડમતીયા રોડ પરથી આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે આઈશર ચાલકે બાઈકને હડફેટે લેતા આધેડને ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું ટંકારા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
ચોટીલા નંદનવન સોસાયટીમાં રહેતા કરણભાઈ ગુલાબભાઈ કટોસણીયા (ઉ.વ.૨૮) નામના યુવાને આઈશર જીજે ૩૬ ટી ૫૫૨૩ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીના કાકા કલ્પેશભાઈ રાજાભાઈ લજાઈ ચોકડીથી લજાઈ હડમતીયા રોડ પરથી જતા હતા ત્યારે આઈશર ચાલકે સામેથી બાઈકને ઠોકર મારી પછાડી ડેટા કાકા કલ્પેશભાઈને ગંભીર ઈજા પહોંચી હતી જેથી ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલ લઇ ગયા હતા અને વધુ સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં કાકાનું મોત થયું હતું ટંકારા પોલીસે આરોપી આઈશરચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે