રાતાભેર ગામે જાહેરમાં જુગાર રમતો હતો જ્યાં પોલીસે રેડ કરી બે ઇસમોને રોકડ સાથે ઝડપી લીધા છે તો રેડ દરમિયાન પાંચ આરોપીઓ નાસી ગયા હતા હળવદ પોલીસે વધુ તપાસ ચલાવી છે
હળવદ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાતાભેર ગામ પ્લોટ વિસ્તારમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા વિપુલ વરસિંગ કેરવાડિયા અને વનરાજ નાગજી ચૌહાણ રહે બંને રાતાભેર વાળાને ઝડપી લઈને રોકડ રૂ ૧૧,૨૦૦ જપ્ત કરી છે રેડ દરમિયાન આરોપીઓ ભૂપત હનુભાઈ મકવાણા, સામત રામજીભાઈ કેરવાડિયા, મુનાભાઈ કાળુભાઈ કેરવાડિયા, સંજય નાથાભાઈ કેરવાડિયા, નવઘણ તેજાભાઈ કુણપરા એમ પાંચ ઈસમો નાસી ગયા હતા જેથી વધુ તપાસ હાથ ધરી છે