R R Gujarat

મોરબીના સાયન્ટીફીક રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢો ચોર ઝડપાયો

મોરબીના સાયન્ટીફીક રોડ પરથી ચોરીના મોટરસાયકલ સાથે રીઢો ચોર ઝડપાયો


મોરબીના કાલિકા પ્લોટ સાયન્ટીફિક રોડ પરથી પોલીસે રીઢા ગુનેગારને ચોરીના મોટરસાયકલ સાથે ઝડપી લઈને ૧૫ હજારનો મુદામાલ કબજે લીધો છે
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બાતમી મળી હતી કે ચોરી થયેલ એકટીવા સાથે એક ઇસમ કાલિકા પ્લોટ સાયન્ટીફીક રોડ પરથી પસાર થવાનો છે જેથી સાયન્ટીફીક રોડ પરથી આરોપીને ઝડપી લઈને કાગળો માંગતા નહિ હોવાનું જણાવ્યું હતું પોકેટ કોપથી સર્ચ કરતા એકટીવા એ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાંથી ચોરી થયાનું જણાઈ આવ્યું હતું આરોપી મુસ્તાક અબ્દુલ કાસમ ચાનિયા (ઉ.વ.૬૦) રહે કાલિકા પ્લોટ મોરબી વાળાને ઝડપી લીધો છે જે ઇસમ રીઢો ગુનેગાર હોવાનું જાણવા મળ્યું છે આરોપી વિરુદ્ધ મોરબી એ ડીવીઝન પોલીસ મથકમાં ચોરી, પ્રોહીબીશન સહિતના છ ગુના નોંધાઈ ચુક્યા છે