મોરબીમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે ખાખીનો કોઈ ડર રહ્યો ના હોય તેવી રીતે જાહેરમાં મારમારીના દ્રશ્યો જોવા મળતા હોય છે મોરબીની માળિયા ફાટક પાસે રૂ. ૫૦ માંગતા આપવાની ના પાડનાર રીક્ષા ચાલકને એક ઇસમેં છરીનો ઘા મારી ઈજા કરી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે
મોરબીના ઇન્દિરાનગરમાં રહેતા રણછોડભાઈ દેવજીભાઈ પરમાર (ઉ.વ.૨૮) નામના યુવાને આરોપી અબ્બાસ અલારખા મોવર રહે મોરબી ટીંબડી પાટિયા પાસે વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ફરિયાદી પોતાની રીક્ષા પેસેન્જર ભાડામાં ચલાવે છે અને આરોપી અબ્બાસ તેના ભાઈ ઇમરાનની રીક્ષા અને ભાણેજ સબ્બીર પણ રીક્ષા પેસેન્જર ભાડામાં ચલાવે છે આરોપી અબ્બાસે ફરિયાદી પાસે રૂ ૫૦ માંગતા તે આપ્યા ના હતા તેમજ ફરિયાદી અને આરોપી રીક્ષા ચલાવતા હોય પેસેન્જર ઓછા વધતા ભાડા બાબતે ખાર રાખી આરોપી અબ્બાસે ફરિયાદી રણછોડને છરીનો એક ઘા મારી ઈજા કરી બીભત્સ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાની ફરિયાદ નોંધાવી છે મોરબી બી ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
