R R Gujarat

મોરબીના શનાળા ગામે વેપારીના ૩.૫૦ લાખની લૂંટ, ગામમાં રહેતા શખ્શ વિરુદ્ધ ફરિયાદ

મોરબીના શનાળા ગામે વેપારીના ૩.૫૦ લાખની લૂંટ, ગામમાં રહેતા શખ્શ વિરુદ્ધ ફરિયાદ


શનાળા ગામે રહેતા વેપારીએ ધંધામાં જરૂરીયાત હોવાથી મિત્ર પાસેથી રૂપિયા લીધા હતા અને ઘરે આવતા હતા ત્યારે શનાળા ગામ નજીક એક ઇસમેં હાથમાં રહેલ થેલો ઝૂંટવી લઈને ઝપાઝપી કરી સાડા ત્રણ લાખની રોકડ ભરેલો થેલો લઈને ઇસમ નાસી ગયો હતો લૂંટ ચલાવનાર ઇસમ શનાળા ગામનો જ રહેવાસી હોવાનું ખુલ્યું હતું અને આરોપીના નામજોગ લૂંટની ફરિયાદ નોંધી પોલીસે તપાસ ચલાવી છે


મોરબીના શકત શનાળા ગામે રહેતા ઘનશ્યામભાઈ થોભણભાઈ સુરાણીએ શકત શનાળા ગામના રહેવાસી આરોપી વિશાલ વેલજીભાઈ રબારી વિરુદ્ધ લૂંટની ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે તા. ૨૨ ના રાત્રીના દુકાન બંધ કરી ઘરે આવતા હતા અને ધંધામાં નાણાની જરૂરીયાત હોવાથી મિત્ર હરિભાઈ કાવર પાસેથી રૂ ૪ લાખ લીધા હતા શનાળા ગામે પહોંચી બજરંગ પાન વાળા કેતનભાઈને રૂ ૩૦,૦૦૦ ધંધાના આપવાના હતા તે આપી તેમજ બીજા રૂ ૨૦,૦૦૦ પેન્ટના ખિસ્સામાં રાખ્યા હતા બાકીના ૩.૫૦ લાખ થેલામાં રાખ્યા હતા અને બાઈક ચાલુ કરતો હતો ત્યારે પાછળથી એક એકટીવા જેવું મોટરસાયકલ લઈને આવેલ વ્યક્તિએ હાથમાં રહેલ થેલો ઝૂંટવવા લાગ્યો હતો અને બંનેને ઝપાઝપી થઇ હતી


આ વ્યક્તિ ગામનો વિશાલ વેલજી રબારી હતો અને હાથમાંથી રૂ ૩.૫૦ લાખ ભરેલ થેલો લઈને ભાગવા લાગ્યો ત્યારે ગામનો કાર્તિક બાવરવા આવ્યો અને કહ્યું કે તમારી પાસેથી થેલો લઈને ભાગેલ ઇસમ વિશાલ રબારી છે વિશાલ રબારી તેનું મોટરસાયકલ મૂકી અંધારામાં ભાગી ગયો હતો સીટી એ ડીવીઝન પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે