ઘૂટું ગામ નજીકથી કેરી ગાડીમાં ઘાસચારો કે પાણીની સગવડ રાખ્યા વિના ૧૦ ઘેટાની હેરાફેરી કરનાર ત્રણ ઈસમો વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે
મોરબીની મહેન્દ્રનગર ચોકડી નજીક ઉમા રેસીડેન્સીમાં રહેતા જયદીપ કિશોરભાઈ ડાવડાએ આરોપીઓ નિશારઅહેમદ મહેમુદ ભટી રહે ખાટકીવાસ મોરબી, ઇનુંશ સિકંદર ભટી અને અકરમ દાઉદ ભટી રહે બંને ધ્રાંગધ્રા વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે આરોપીઓએ પોતાની સુઝુકી કંપનીની કેરી ગાડી જીજે ૧૩ એએક્સ ૨૬૪૮ વાળીમાં ઘેટા જીવ નંગ ૧૦ ક્રુરતાપૂર્વક ભરી ઘાસચારો કે પાણીની સગવડ ર્કાહ્યા વિના હેરાફેરી કરતા મળી આવ્યા હતા મોરબી તાલુકા પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ ચલાવી છે
