R R Gujarat

માળિયા લાંચ પ્રકરણમાં ફરાર કોન્સ્ટેબલ હાજર થતા ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજુર

માળિયા લાંચ પ્રકરણમાં ફરાર કોન્સ્ટેબલ હાજર થતા ધરપકડ, બે દિવસના રિમાન્ડ મંજુર


માળિયા (મી.) પોલીસ મથકના કોન્સ્ટેબલ દ્વારા ખોટા કેસમાં ફીટ નહિ કરવાના બદલે લાંચની માંગ કરવામાં આવી હતી રૂ ૧ લાખની લાંચ લેવા વચેટિયાને મોકલ્યો હતો ત્યારે સુરેન્દ્રનગર એસીબી ટીમે આરોપીને ઝડપી લીધો હતો અને કોન્સ્ટેબલ ફરાર હતો જે સામેથી હાજર થતા પોલીસે ધરપકડ કરી કોર્ટમાં રજુ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર થયા છે
માળિયા પોલીસ મથકના કોન્સ્ટેબલ રાયમલ નાનજીભાઈ સિયાળ દ્વારા ખોટા કેસમાં ફીટ નહિ કરવાના બદલે એક લાખની લાંચ માંગવામાં આવી હતી જે ફરિયાદી આપવા માંગતા ના હોવાથી સુરેન્દ્રનગર એસીબીને ફરિયાદ કરી હતી અને એસીબી ટીમે ભીમસર ચોકડી નજીક છટકું ગોઠવી ગત તા. ૧૨ ના રોજ કોન્સ્ટેબલ વતી લંચની રકમ લેવા આવેલ ગુલામરસુલ હૈદર જામને ઝડપી લીધો હતો અને માળિયા પોલીસ કોન્સ્ટેબલ ફરાર હતો જે હાજર થતા ધરપકડ કરવામાં આવી હતી અને આજે કોર્ટમાં રજુ કરતા બે દિવસના પોલીસ રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા છે