R R Gujarat

વાંકાનેરમાં નદીના પટમાં રેઢી પડેલી સ્વીફ્ટ કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂ જપ્ત

વાંકાનેરમાં નદીના પટમાં રેઢી પડેલી સ્વીફ્ટ કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂ જપ્ત


વાંકાનેર સ્વ્પ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટમાં કાર રેઢી મૂકી ચાલક નાસી ગયો હતો રેઢી પડેલ કારમાંથી ૫૫૦ લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે દેશી દારૂ અને કાર સહીત ૬.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન વાંકાનેર બાઉન્ડ્રી તરફથી એક સ્વીફ્ટ કાર મોરબી જવાની બાતમી મળતા નેશનલ હાઈવે કેરાળા ગામના બોર્ડ પાસે વોચ ગોઠવી હતી અને ગાડી રોકવા પ્રયત્ન કરતા ગાડી ચાલકે ભગાડી હતી જેથી પીછો કરતા આસિયાના સોસાયટી પાછળ સ્વપ્નેશ્વર મહાદેવ મંદિર સામે નદીના પટમાં રેઢી મૂકી નાસી ગયો હતો જે કારની તલાશી લેતા ૫૫૦ લીટર દેશી દારૂ કીમત રૂ ૧,૧૦,૦૦૦ નો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે દેશી દારૂ અને કાર કીમત રૂ ૫ લાખ સહીત કુલ રૂ ૬.૧૦ લાખનો મુદામાલ જપ્ત કર્યો છે અને ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે