મૃતકના પિતાએ આરોપી પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધાવી
વાંકાનેરના સરધારકા ગામે વાડી વિસ્તારમાં રહેતી પરિણીતાએ દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે પણ ઝેરી દવા પી લીધી હતી જે બનાવમાં માતાનું મોત થયું હતું જયારે દીકરો હાલ સારવાર હેઠળ છે બનાવ અંગે મૃતકના પિતાએ આરોપી પ્રેમી વિરુદ્ધ મરવા મજબુર કર્યાની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
વાંકાનેરના ગાંગીયાવદર ગામે રહેતા રસાભાઈ વેલાભાઇ ડાભીએ આરોપી રમેશ ધરમશી ધરજી યા રહે ગાંગીયાવદર વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીની દીકરી સુખુબેન ઉર્ફે ભાવુંને આરોપી રમેશ પત્ની તરીકે પોતાની સાથે રાખતો હતો અને ગત તા. ૧૯ ના રોજ ફરિયાદીની દીકરી સુખુબેન સાથે આરોપી ઝઘડા કરી દુખ ત્રાસ આપતો હોવાથી દીકરી સુખુબેને પોતાના દીકરા કાર્તિકને ઝેરી દવા પીવડાવી પોતે ઝેરી દવા પી લેતા દીકરી સુખુબેનનું મોત થયું હતું અને કાર્તિકને સારવાર આપવામાં આવી રહી છે વાંકાનેર તાલુકા પોલીસે આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધી વધુ તપાસ પીએસઆઈ એલ એ ભરગા ચલાવી રહ્યા છે
બનાવ અંગે પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક મહિલા પતિને છોડીને પ્રેમી સાથે રહેતી હતી અને કોર્ટ મેટર પણ ચાલતી હતી દરમિયાન પ્રેમી સાથે કોઈ ઝઘડો થતા દીકરાને ઝેરી દવા પીવડાવી પોતે ઝેરી દવા પી લીધી હતી જેમાં પરિણીતાનું મોત થયું હતું જોકે હાલ પરિણીતાના મોતનું કારણ સ્પષ્ટ થયું નથી અને પ્રેમી સાથે ઝઘડો જ આપઘાતનું કારણ છે કે અન્ય કાઈ તે તપાસ બાદ જ સ્પષ્ટ થશે
