R R Gujarat

વાંકાનેર મિલપ્લોટ ફાટક પાસે મકાનમાંથી દારૂની ૫૮ બોટલ સાથે એક ઝડપાયો

વાંકાનેર મિલપ્લોટ ફાટક પાસે મકાનમાંથી દારૂની ૫૮ બોટલ સાથે એક ઝડપાયો


શહેરના મિલ પ્લોટ ફાટક પાસેના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૫૮ બોટલનો જથ્થો ઝડપી લઈને રૂ ૭૮,૮૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે એક આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે તો અન્ય એક આરોપીનું નામ ખુલતા પોલીસે તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મિલ પ્લોટ ફાટક પાસે આરોપી રમેશ કુકાવાના મકાનમાં બાતમીને આધારે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી દારૂની બોટલ નંગ ૫૮ કીમત રૂ ૭૮,૮૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી રમેશ રઘુભાઈ કુકાવાને ઝડપી લીધો છે અન્ય આરોપી સકુબેન મુસ્લિમ રહે સુરેન્દ્રનગર વાળાનું નામ ખુલતા મહિલા આરોપી વિરુદ્ધ ગુનો નોંધી તપાસ ચલાવી છે