મોરબી શહેરમાં પોલીસે ટ્રાફિક કોમ્બિંગ હાથ ધર્યું હતું જેમાં નંબર પ્લેટ વગરના વાહનો, બ્લેક ફિલ્મ વાળી ગાડીઓ ચલાવતા અને ટ્રાફિક નિયમોનું પાલન નહિ કરનાર વિરુદ્ધ કેસ કર્યા હતા અને દંડ વસુલવામાં આવ્યા હતા
મોરબી શહેરમાં કોમ્બિંગનં આયોજન કરવામાં આવ્યું હતું જેમાં એલસીબી, એસઓજી, પેરોલ ફર્લો શાખા, એ ડીવીઝન, બી ડીવીઝન, મોરબી તાલુકા અને ટ્રાફિક શાખાનો સ્ટાફ જોડાયો હતો મોરબી શહેરમાં ફૂટ પેટ્રોલિંગ કરી તેમજ શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોઈન્ટ ગોઠવી કામગીરી કરવામાં આવી હતી જે ટ્રાફિક ડ્રાઈવમાં ૭ પીઆઈ, ૧૨ પીએસઆઈ, ૧૩૬ પોલીસ કર્મચારીઓ અને ૨૬ મહિલાઓ પોલીસની ટીમો બનાવી કામગીરી કરવામાં આવી હતી
કોમ્બિંગ દરમિયાન પોલીસે કાળા કાચ વાળી ગાડીના ૩૮ કેસો, ફેન્સી નંબર પ્લેટવાળા વાહનોના ૫૧ કેસો, એમવી એક્ટ ૨૦૭ વાહન ડીટેઈનના ૩૫ કેસો, જાહેરના તીક્ષ્ણ હથિયાર સાથેના ૦૨ કેસો, શીટ બેલ્ટના ૦૨ કેસો, બીએનએસ ૨૮૧ મુજબના ૦૬ કેસો, ટ્રાફિક અડચણરૂપ પાર્કિંગના 9 કેસો, ટ્રાફિક નિયમ ભંગ કરનાર વાહનચાલકો પાસેથી રૂ ૧,૩૦,૮૦૦ નો દંડ વસુલવામાં આવ્યો હતો અને જુગારધારાના ૦૨ કેસો કરવામાં આવ્યા હતા
