R R Gujarat

મોરબીના સજનપર રોડ પર ઈ બાઈકની ઠોકરે યુવાનને ઈજા

મોરબીના સજનપર રોડ પર ઈ બાઈકની ઠોકરે યુવાનને ઈજા


સજનપર રોડ પર યુવાન રોડ સાઈડમાં ઉભો હતો ત્યારે ઈ બાઈક લઈને નીકળેલી મહિલાએ યુવાનને હડફેટે લેતા પગમાં ફ્રેકચર ઈજા કરી હતી
વાંકાનેર મેઈન બજારના રહેવાસી વિક્રમભાઈ રઘુરામભાઈ ખાંડેખાએ ઈ બાઈક ચાલક નિયતીબેન મનીષભાઈ અગ્રાવત રહે ઈડન હિલ્સ રોયલ એવન્યુ ઘુનડા રોડ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી વિક્રમ સજનપર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે રોડ સાઈડમાં ઉભો હતો ત્યારે ઈ બાઈકમાં નીકળેલા નિયતિબેને યુવાનને ભટકાડી જમણા પગે ફ્રેકચર જેવી ઈજા કરી હતી મોરબી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે