શહેરના ઉમિયાનગર વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા છ પત્તાપ્રેમીઓને ઝડપી લઈને પોલીસે રોકડ રૂ ૧૫,૦૫૦ જપ્ત કરી છે
મોરબી સીટી બી ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન ઉમિયાનગર હનુમાનજી મંદિર પાસે જાહેરમાં જુગારની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં જાહેરમાં જુગાર રમતા વિનોદભાઈ મોહનભાઈ જાદવ, જીવણભાઈ બાવજીભાઈ ચાવડા, અરુણભાઈ છનાભાઇ પરમાર, ભરતભાઈ ડાયાભાઇ ચાવડા, ખેંગારભાઈ વશરામભાઈ પરમાર અને પ્રવીણભાઈ નાનજીભાઈ ચાવડા એમ છને ઝડપી લઈને રોકડ રૂ ૧૫,૦૫૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે
