R R Gujarat

મોરબી મહાનગરપાલિકાને ભંગારની હરાજીમાંથી અંદાજે ૩૦ લાખની કમાણી થશે

મોરબી મહાનગરપાલિકાને ભંગારની હરાજીમાંથી અંદાજે ૩૦ લાખની કમાણી થશે


મોરબી મહાનગરપાલિકા દ્વારા વર્ષોથી પડી રહેલા ૬૫ ટન જેટલા ભંગારની હરાજી માટેની કાર્યવાહી શરુ કરવામાં આવી છે અને ભંગારની અપસેટ પ્રાઈઝ નક્કી કરી વધુ ભાવ આપનાર એજન્સીને ભંગાર આપવામાં આવશે અને ભંગારની હરાજી મારફત મહાનગરપાલિકાને અંદાજીત રૂ ૩૦ લાખ જેટલી કમાણી થશે તેવી માહિતી અધિકારી પાસેથી પ્રાપ્ત થઇ છે
મોરબી મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા મુખ્ય કચેરી અને અન્ય સ્થળોએ ભંગાર પડ્યો હોય તેની હરાજી માટે જાહેરાત આપી હતી અને આજે નંદીઘર ખાતે વેચાણ પ્રક્રિયા શરુ કરવામાં આવી હતી જેમાં ૨૦ જેટલા સ્ક્રેપના વેપારીઓએ રસ દાખવી હાજર રહ્યા હતા ચાર સ્થળે ભંગાર રાખવામાં આવ્યો હોય જે તમામ સ્થળોની વેપારીઓને વિઝીટ કરાવી મુખ્ય કચેરી ખાતે હરાજી કરવામાં આવી હતી
ડેપ્યુટી કમિશ્નર સંજય સોની પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મહાનગરપાલિકા પાસે અંદાજે ૬૫ ટન જેટલો ભંગાર પડ્યો હતો જેમાં સૌથી ઉંચી બોલી લગાવનાર વેપારીને ભંગાર આપવામાં આવશે ત્રણ એજન્સીને અલગ અલગ કેટેગરીનો ભંગાર આપવામાં આવશે નક્કી કરેલ અપસેટ ભાવ કરતા ૨૦ ટકા વધુ બોલી લગાવવામાં આવી હોવાની અને ભંગારની હરાજીથી અંદાજીત ૨૫ થી ૩૦ લાખની આવક થશે તેમ પણ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું હતું