ઘૂટું ગામ નજીક આવેલ કારખાનામાં કચરો સાફ કરતી વખતે કન્વયેર બેલ્ટમાં ફસાઈ જતા યુવાનને હાથ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત થયું હતું
મૂળ બિહારના વતની અને હાલ ઘૂટું ગામની સીમમા આરકો ગ્રેનાઈટો કારખાનામાં કામ કરતા અંકિતકુમાર નારણસિંહ ઉર્ફે નારણપ્રસાદ કુશવાહ (ઉ..૨૦) નામના યુવાન કારખાનામાં પ્રેસ વિભાગમાં કન્વેયર બેલ્ટમાં કચરાની સાફ સફાઈ કરતા હતા ત્યારે માથા સુધી બેલ્ટમાં આવી જતા હાથ અને માથામાં ગંભીર ઈજા પહોંચતા મોત નીપજ્યું હતું મોરબી તાલુકા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે
