ભરતનગર ગામ પાસે ઘરની બહાર શેરીમાં રાખેલ બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો મોરબી તાલુકા પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબી તાલુકાના ભરતનગર ગામના રહેવાસી ચતુરભાઈ વસંતભાઈ કલોલાએ તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદીનું બાઈક જીજે ૩૬ ઈ ૫૧૩૭ કીમત રૂ ૨૫,૦૦૦ વાળું ગત તા. ૦૭-૦૫ ના રોજ બપોરે ઘરની બહાર શેરીમાં રાખેલ હતું જે અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે મોરબી તાલુકા પોલીસે ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
