R R Gujarat

માળિયાના વવાણીયા ગામે સરકારી ગોડાઉન નજીક ઓરડીમાંથી દારૂની ૧૮૦ બોટલ જપ્ત

માળિયાના વવાણીયા ગામે સરકારી ગોડાઉન નજીક ઓરડીમાંથી દારૂની ૧૮૦ બોટલ જપ્ત


વવાણીયા ગામે આવેલ સરકારી ગોડાઉન પાસે ઓરડીમાં રેડ કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૧૮૦ બોટલનો જથ્થો જપ્ત કરી એક ઈસમને ઝડપી લીધો છે
માળિયા તાલુકાના વવાણીયા ગામે આવેલ સરકારી ગોડાઉન પાસેની ઓરડીમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી જ્યાં ઓરડીમાંથી દારૂની ૧૮૦ બોટલ કીમત રૂ ૨,૫૨,૦૦૦ નો જથ્થો મળી આવતા પોલીસે આરોપી કિશન આયદાન ખાદાને ઝડપી લઈને દારૂનો જથ્થો અને મોબાઈલ કીમત રૂ ૧૦ હજાર મળીને કુલ રૂ ૨.૬૨ લાખનો મુદામાલ કબજે લીધો છે અન્ય આરોપી શક્તિ બોરીચા રહે મોરબી વાળાનું નામ અને મોબાઈલ નંબર ખુલતા માળિયા પોલીસે વધુ તપાસ ચલાવી છે