વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પરથી યુવાન બાઈક લઈને જતો હતોં ત્યારે કાર ચાલકે બાઈકને ઠોકર મારી હતી જે અકસ્માતમાં બાઈક ચાલક યુવાનને ઈજા પહોંચી હતી
વાંકાનેરના કોઠી ગામે રહેતા મોહમદમુજીબ નજરૂદીન શેરશીયાએ કાર જીજે ૦૩ પીડી ૯૨૭૧ ના ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૧ ના રોજ ફરિયાદી પોતાનું બાઈક જીજે ૩૬ એએચ ૮૦૯૬ લઈને વાંકાનેર ચોટીલા નેશનલ હાઈવે પરથી જતા હતા ત્યારે કાર ચાલકે સામેથી ભટકાડી અકસ્માત કર્યો હતો જે અકસ્માતમાં ફરિયાદી બાઈક ચાલકને ઈજા પહોંચી હતી વાંકાનેર સીટી પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે
