R R Gujarat

હળવદના રાતાભેર ગામે પતિએ પત્ની અને બે પુત્રોને માર માર્યો


રાતાભેર ગામમાં માતાજીના માંડવામાં મહિલા પોતાના પતિને કોઈ સ્ત્રી સાથે લફરૂ હોવાની વાત કરતા આરોપી પતિ સહિતના ત્રણ ઇસમોએ પત્નીને લોખંડ પાઈપ તેમજ બે દીકરાને ઢીકા પાટું માર મારી ઈજા કરી હતી હળવદ પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના રાતાભેર ગામના રહેવાસી જ્યોતિબેન રાજુભાઈ ઉધરેજાએ આરોપી પતિ રજુ મનસુખ ઉધરેજા, ચંદુ મનસુખ ઉધરેજા અને સુનીતાબેન નટુભાઈ ઉધરેજા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે ફરિયાદીના પતિ રાજુભાઈને કોઈ સ્ત્રી સાથે લફરૂ હોય જે વાત માતાજીના માંડવામાં કરતા આરોપી પતિ સહિતના ત્રણ ઇસમોએ જ્યોતિબેન સાથે બોલાચાલી કરી આરોપી ચંદુભાઈએ જ્યોતિબેનને માથાના ભાગે લોખંડ પાઈપ મારી ઈજા કરી હતી અને આરોપીઓ દીકરા આકાશ અને અનિકેતને ઢીકાપાટું માર મારી ઈજા કરી હતી હળવદ પોલીસે મારામારીની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે