R R Gujarat

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ૫૨ વર્ષીય મહિલા ઝેરી ટીકડા ખાઈ લેતા મોત

મોરબીમાં એકલવાયા જીવનથી કંટાળી ૫૨ વર્ષીય મહિલા ઝેરી ટીકડા ખાઈ લેતા મોત


મોરબીમાં રહેતી ૫૨ વર્ષીય મહિલા એકલવાયા જીવનથી કંટાળી ગઈ હતી અને ઝેરી ટીકડા ખાઈ લેતા મોત થયું હતું એ ડીવીઝન પોલીસે બનાવ અંગે વધુ તપાસ ચલાવી છે
મૂળ ભાણવડ હાલ મોરબીના રવાપર ઘુનડા રોડ પર રહેતા જીજ્ઞાશાબેન નટવરલાલ મોઢા (ઉ.વ.૫૨) નામની પરિણીતા અનાજમાં નાખવાના ઝેરી ટીકડા ખાઈ લેતા સારવાર માટે રાજકોટ ખસેડાયા હતા જ્યાં સારવારમાં મોત થયું હતું પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ મૃતક જીજ્ઞાશાબેનના પતિ છેલ્લા ૩૦ વર્ષથી દુબઈ નોકરી કરતા હતા અને મહિલા એકલવાયું જીવન જીવતા હતા જેથી સ્વભાવ ચીડિયો થઇ ગયો હતો અને એકલવાયા જીવનથી કંટાળી પોતાની જાતે ઝેરી ટીકડા ખાઈ લેતા મોત થયું હતું મોરબી એ ડીવીઝન પોલીસે બનાવની નોંધ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે