જીનપરામાં રહેતા ઇસમના મકાનમાં દરોડો કરી પોલીસે ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલના મુદામાલ સાથે આરોપીને ઝડપી લીધો હતો અન્ય એક ઇસમનું નામ ખુલતા તપાસ ચલાવી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જીનપરા શેરી નં ૧૦ માં રહેતા આરોપી સાહિલ જુમા કુરેશીના મકાનમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી આરોપીના મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૨૬ બોટલ કીમત રૂ ૩૩,૮૦૦ નો જથ્થો જપ્ત કરી આરોપી સાહિલ કુરેશીને ઝડપી લીધો હતો અન્ય આરોપી રફીક જુમા કુરેશીનું નામ ખુલતા પોલીસે વધુ તપાસ ચલાવી છે
