Skip to content
મોરબીના શનાળા રોડ પરથી વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઝડપાયો
મોરબી શહેરમાં દારૂની રેલમછેલ બોલી રહી છે ત્યારે મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં -૨૧૯ એમ-૪૦ મકાન વાળી શેરી પાસેથી વિદેશી દારૂની નવ બોટલ સાથે એક ઈસમને સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયો છે.
મળતી માહિતી મુજબ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન મોરબીના શનાળા રોડ ઉપર ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નં -૨૧૯ એમ-૪૦ મકાન વાળી શેરી પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ -૦૯ કિં રૂ.૨૭૦૦ ના મુદ્દામાલ સાથે આરોપી જીતેંદ્રભાઇ વાલજીભાઇ દેવાતકા (ઉવ.૫૭) રહે.બ્લોક નં-૨૧૯ એમ-૪૦ ગુજરાત હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા મોરબીવાળાને ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.