ઉંચી માંડલ ગામ નજીક થાર ગાડીના ચાલકે પુરઝડપે ચલાવી માલિકીની પાંચ ભેંસોને હડફેટે લીધી હતી પાંચ પૈકી ત્રણ ગંભીર ઈજાગ્રસ્ત ભેંસના મોત થયા હતા મોરબી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
મોરબીના ઉંચી માંડલ ગામના રહેવાસી લખમણભાઈ બુટાભાઈ કાટોડીયા (ઉ.વ.૫૫) વાળાએ આરોપી મહિન્દ્રા થાર જીજે ૩૬ એજે ૮૨૨૬ ના ચાલક દાનાભાઈ રાતડીયા રહે વાંકળા તા મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે થાર કારના ચાલક દાનાભાઈ રાતડીયાએ પોતાની કાર પુરઝડપે ચલાવી મોરબી હળવદ હાઈવે પર ઉંચી માંડલ ગામની સીમમાં ફરિયાદીના માલિકીના પાંચ પશુ જીવ ભેંસોને હડફેટે લીધી હતી જેમાં ત્રણ ભેંસ કીમત રૂ ૧,૫૦,૦૦૦ ના મોત થયા હતા અને બે ભેંસને ગંભીર ઈજા પહોંચાડી હતી પોલીસે કાર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
