રાજપર ગામ નજીકથી કારમાં દેશી દારૂનો જથ્થો લઇ જતા બે ઇસમોને ઝડપી લઈને પોલીસે દેશી દારૂ અને કાર સહીત કુલ રૂ ૨.૩૫ લાખનો મુદામાલ કબજે લીધો છે
મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન રાજપર ગામની સીમમાં શનાળાથી રાજપર જતા રોડ પરથી સ્વીફ્ટ કાર જીજે ૩૬ એસી ૭૦૨૧ વાળીને રોકી તલાશી લેતા ૧૭૫ લીટર દેશી દારૂ મળી આવ્યો હતો પોલીસે ૩૫ હજારનો દેશી દારૂ અને કાર કીમત રૂ ૨ લાખ મળીને રૂ ૨,૩૫,૦૦૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી ભરત રમેશ બાટ્ટી અને સેઝાદ મુરાદ સોઢા એમ બે ઇસમોને ઝડપી લઈને વધુ તપાસ ચલાવી છે
