મોરબીના વિજયનગરના રહેણાંક મકાનમાં દરોડો કરી પોલીસે ૮૪ હજારની કિમતની ઈંગ્લીશ દારૂની ૬૦ બોટલનો જથ્થો જપ્ત કર્યો છે આરોપી હાજર મળી આવ્યો ના હતો જેથી વધુ તપાસ ચલાવી છે
મોરબી એલસીબી ટીમે બાતમીને આધારે વિજયનગર શેરી નં ૨ માં રહેતા આરોપી અસ્પાક માણેકના મકાનમાં દરોડો કર્યો હતો આરોપીના મકાનમાંથી દારૂની ૬૦ બોટલ કીમત રૂ ૮૪, ૦૦૦ નો જથ્થો જપ્ત કર્યો છે રેડ દરમિયાન આરોપી અસ્પાક ઉર્ફે ફતો ઈસ્માઈલ માણેક હાજર મળી આવ્યો ના હતો જેથી આરોપીને ઝડપી લેવા ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે
