R R Gujarat

મોરબી બોરીચાવાસમાં હોર્ન વગાડી વહુઓને હેરાન કરનાર ઇસમોનો પિતા-પુત્ર પર કર્યો હુમલો

મોરબી બોરીચાવાસમાં હોર્ન વગાડી વહુઓને હેરાન કરનાર ઇસમોનો પિતા-પુત્ર પર કર્યો હુમલો


છ આરોપીઓ વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ
મોરબીના બોરીચાવાસમાં રહેતા વૃદ્ધ અને તેના પુત્રને છ ઇસમોએ છરી વડે હાથના અંગુઠા અને આંગળીમાં ઈજા કરી મુંઢ માર મારી ઢીકા પાટું માર મારી ઈજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વૃદ્ધે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે
મોરબીના બોરીચાવાસના રહેવાસી મોહનભાઈ ટપુભાઈ જારીયા (ઉ.વ.૬૪) નામના વૃદ્ધે આરોપીઓ અરમાન જેરૂભાઈ, શાહરૂખ હુશેનભાઈ, મહેફીઝ રહે ગોંડલ, ભભુડો મમદભાઈ, રફીક હુશેન અને અફજલ સબીર રહે બધા હાલ બોરીચાવાસ મોરબી વાળા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ફરિયાદી મોહનભાઈ સાંજે બોરીચાવાસ નાકા પાસે બેઠા હતા ત્યારે અરમાન, શાહરૂખ બંને ફરિયાદીની વહુઓ પસાર થાય ત્યારે હોર્ન વગાડી હેરાન કરતા હતા જેથી ફરિયાદીનો દીકરો જીવણ સમજાવવા ગયો હતો જે સારું નહિ લાગતા આરોપી અરમાને છરી વડે હાથમાં ઈજા કરી તેમજ શાહરૂખે દીકરા જીવણને મુંઢ માર મારી ઢીકા પાટું માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે