R R Gujarat

વાંકાનેરના મિલ પ્લોટના મકાનમાં જુગારધામ પર દરોડો, ૧૦ જુગારી રોકડ સાથે ઝડપાયા

વાંકાનેરના મિલ પ્લોટના મકાનમાં જુગારધામ પર દરોડો, ૧૦ જુગારી રોકડ સાથે ઝડપાયા


મિલ પ્લોટના રહેણાંક મકાનમાં રેડ કરી પોલીસે જુગાર રમતા મહિલા આરોપીઓ સહીત દશને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૧૦૦ જપ્ત કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે
વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન મિલપ્લોટ ડબલ ચાલીમાં રહેતા આરોપી રૂડીબેન કરશનભાઈ ગોરિયાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગાર અખાડો ચલાવતા હોવાની બાતમી મળતા ટીમે રેડ કરી હતી મકાનમાં જુગાર રમતા રૂડીબેન કરશનભાઈ ગોરિયા, અજય મંગાભાઈ રાતોજા, ભૂપત ધરમશીભાઈ ઝાલા, શાહરૂખ હૈદર જેડા, સતીષ રઘુભાઈ કઉડર, મહેશ પ્રેમજી બાવળિયા, આશીફ નુરમામદ બ્લોચ, કૃણાલ મનસુખ માલકીયા, હસન દોસમામદ મોવર અને અનવર દાઉદ બાબરિયા એમ ૧૦ ઇસમોને ઝડપી લઈને રોકડ રૂ ૧૬,૧૦૦ જપ્ત કરી જુગાર ધારા મુજબ કાર્યવાહી હાથ ધરી છે