રણમલપુર ગામે રહેતા વૃદ્ધે ઘર પાસે પાર્ક કરેલ ૨૦ હજારની કિમતનું બાઈક અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો હતો હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
હળવદ તાલુકાના રણમલપુર ગામના રહેવાસી પુનાભાઈ દેવાભાઈ રાઠોડ (ઉ.વ.૬૦) નામના વૃદ્ધે અજાણ્યા ઇસમ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૦૯ ના રોજ સવારના ૧૧ : ૩૦ વાગ્યાના અરસામાં ફરિયાદીના ઘર પાસે શેરીમાં રાખેલ બાઈક જીજે ૧૩ એમએમ ૭૨૫૩ કીમત રૂ ૨૦ હજાર વાળું અજાણ્યો ઇસમ ચોરી કરી ગયો છે હળવદ પોલીસે ચોરીની ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે